ચંદ્રયાન-2: ઇસરો પ્રમુખ કે.સિવને કહ્યું, લેન્ડર સાથે 14 દિવસમાં ફરી સંપર્કનો પ્રયાસ કરાશે

  • ચંદ્રયાન-2: ઇસરો પ્રમુખ કે.સિવને કહ્યું, લેન્ડર સાથે 14 દિવસમાં ફરી સંપર્કનો પ્રયાસ કરાશે
    ચંદ્રયાન-2: ઇસરો પ્રમુખ કે.સિવને કહ્યું, લેન્ડર સાથે 14 દિવસમાં ફરી સંપર્કનો પ્રયાસ કરાશે

નવી દિલ્હી : ઇસરો પ્રમુખ કે.સિવને (K. Sivan) શનિવારે સાંજે મિશન ચંદ્રયાન-2 (Chandrayaan-2) મુદ્દે હાલમાં જ પોતાના નિવેદનમાં કહ્યું કે, લેન્ડર સાથે 14 દિવસમાં ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે. નિશ્ચિત રીતે 135 કરોડ ભારતીયોમાં હાલ ઉદાસીનો એક માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ પ્રકારનો પ્રયાસ એક નવી આશા જગાવે છે. ઇસરોના વૈજ્ઞાનિકો હજી પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લેંડર સાથે સંપર્ક તુટ્યા બાદ પણ ઉદ્દેશ્ય પુર્ણ થયો છે.


સિવને કહ્યું કે, આજે જે કાંઇ પણ થયું, તેની અસર ભવિષ્ય પર નહી પડે. ચંદ્રયાન-2 મિશન 95 ટકા સફળ રહ્યું છે. ચંદ્રયાન-2નું ઓર્બિટર 7.5 વર્ષ સુધી કામ કરી શકે છે. ગગનયાન સહિત ઇસરોનાં તમામ મિશન નિશ્ચિત સમયે જ પુર્ણ થશે. ઇસરો ચીફે કહ્યું કે, અંતિમ દિવસ 30 કિલોમીટરથી માંડીને સોફ્ટ લેન્ડિંગ સુધીમાં 4 ફેઝ આવે છે. તેમાંથી ત્રણ ફેઝ લેન્ડરે પુરા કર્યા હતા. અંતિમમાં અમારી લિંક વિક્રમ લેન્ડર સાથે છુટી ગઇ હતી. ત્યારથી હજી સુધી અમે તેની સાથે કમ્યુનિકેશન સ્થાપિત કરી શક્યા નથી.