સુરત: 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે સાળા-બનેવીની અટકાયત

  • સુરત: 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે સાળા-બનેવીની અટકાયત
    સુરત: 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે સાળા-બનેવીની અટકાયત

સુરત: જિલ્લાના માંગરોળના જુના કોસંબા વિસ્તારમાંથી 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે સાળા બનેવીની ધરપકડ કરવામાં આવી છે. સાતિર આરોપીઓએ 500ની દરની 11 લાખ કિંમતની નોટ છાપી નાખી હતી. અને 200 બંડલ કોરા મળી આવ્યા હતા. એક બંડલમાં 100 નોટ એવા 200 બંડલ મળી આવતા ચકચાર મચી છે. 

ગુજરાતમાંથી ભારતીય ચલણી નોટ બજારમાંથી મળવાની વાત સામાન્ય બની ગઈ છે પરંતુ બે સાતિરની ધરપકડ કરવામાં આવી છે.  તેઓએ એક નહિ બે નહીં પણ 11 લાખ રૂપિયાની કિંમતની 500ના દરની ડુપ્લીકેટ નોટ છાપી દીધી હતી. અને અન્ય નોટો છાપવાની તૈયારીમાં હતા ત્યારે જ સુરત ગ્રામ્ય એસ.ઓ.જી અને કોસંબા પોલીસે સયુંકત ઓપરેશન કરી આરોપીઓને ડુપ્લીકેટ નોટ છાપતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ, મોનિટર, સી.પી.યુ, કીબોર્ડ, પેપર કટર, કોપી પેપર, કલર પિન્ટર કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.