ભારતીય સેનાએ પીઓકેની લીપા વેલીમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ ઉડાવ્યા

  • ભારતીય સેનાએ પીઓકેની લીપા વેલીમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ ઉડાવ્યા
    ભારતીય સેનાએ પીઓકેની લીપા વેલીમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ ઉડાવ્યા

વી દિલ્હીઃ ભારતીય સેનાએ સોમવારે પાક અધિકૃત કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરતાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ પીઓકેની લીપા વેલીમાં આવેલા આતંકવાદીઓના લોન્ચિંગ પેડ્સનો સફાયો કરી નાખ્યો હતો. સૂત્રોએ ઝી મીડિયાને જણાવ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાની આર્મીની પોસ્ટ નજીક આવેલા લોન્ચ પેડને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. 

સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાનની સેના આ પોસ્ટનો ઉપયોગ ભારતમાં સરહદે આવેલા ગામડાઓ પર હુમલો કરીને આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે કરતી હતી. ઈન્ટેલિજન્સ સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ પીઓકેમાં ત્રણ નવા આતંકી કેન્પ સ્થાપ્યા છે, જેનો હેતુ જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવાનો છે.