ભાજપમાં જોડાતાં જ કલ્યાણ સિંહના માથે મુસિબત, સીબીઆઈએ કરી કોર્ટમાં અરજી

  • ભાજપમાં જોડાતાં જ કલ્યાણ સિંહના માથે મુસિબત, સીબીઆઈએ કરી કોર્ટમાં અરજી
    ભાજપમાં જોડાતાં જ કલ્યાણ સિંહના માથે મુસિબત, સીબીઆઈએ કરી કોર્ટમાં અરજી

લખનઉઃ વરિષ્ઠ રાજનેતા કલ્યાણ સિંહના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની સાથે જ તેમના માટે નવી મુસિબત આવી ગઈ છે. બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈએ કોર્ટમાં અરજી દાખલ કરીને 87 વર્ષના ભાજપના નેતાને હાજર કરવા માટે અપીલ કરી છે. વાત એમ હતી કે કલ્યાણ સિંહ રાજસ્થાનના રાજ્યપાલ હતા અને તે એક બંધારણિય પદ છે. જેના કારણે સીબીઆઈ તેમના સામે અરજી કરી શકી નહતી. 

રાજ્યપાલ પદ પરથી નિવૃત્ત થયા પછી સોમવારે કલ્યાણ સિંહ ફરીથી ભાજપમાં જોડાયા હતા. ત્યાર પછી સીબીઆઈએ તેમની સામે અરજી દાખલ કરી છે. આ કેસમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, મહંત નૃત્યગોપાલ દાસ જામીન પર છે.