માન્ચેસ્ટર ટેસ્ટમાં હાર બાદ રૂટની કેપ્ટનશિપ પર લટકી તલવાર, આપ્યું આ નિવેદન

  • માન્ચેસ્ટર ટેસ્ટમાં હાર બાદ રૂટની કેપ્ટનશિપ પર લટકી તલવાર, આપ્યું આ નિવેદન
    માન્ચેસ્ટર ટેસ્ટમાં હાર બાદ રૂટની કેપ્ટનશિપ પર લટકી તલવાર, આપ્યું આ નિવેદન

માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ગુમાવ્યા બાદ પણ તેનું મન પોતાના પદથી હટવાનું નથી અને તે ટેસ્ટ કેપ્ટન પદે કામ કરવાનું જાળવી રાખવા ઈચ્છે છે. ઓસ્ટ્રેલિયાએ માન્ચેસ્ટરના મેદાન પર રમાયેલી ચોથી ટેસ્ટને જીતીને પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1ની અજેય લીડ મેળવી લીધી છે અને એશિઝ પોતાની પાસે રાખી છે.  વેબસાઇટ ઈએસપીએનક્રિકઇન્ફોએ રૂટના હવાલાથી લખ્યું છે, 'હું ચોક્કસપણે કેપ્ટન પદે યથાવત રહેવા ઈચ્છુ છું. મને ટેસ્ટ ટીમની આગેવાની કરવાની સારી તક મળી છે અને હું તેને જાળવી રાખીશ. હું સર્વશ્રેષ્ઠ આપવા માટે ખુબ મહેનત કરીશ.' રૂટ હારથી નિરાશ છે, પરંતુ તેણે કહ્યું કે, આ મેચના અંતિમ દિવસે ઈંગ્લેન્ડે જે સંઘર્ષ દેખાડ્યો છે તે ભવિષ્ય માટે પ્રોત્સાહનનું કામ કરશે.