પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષયાત્રીએ કરી 'ચંદ્રયાન-2' મિશનની પ્રશંસા, ISROને આપ્યા અભિનંદન

  • પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષયાત્રીએ કરી 'ચંદ્રયાન-2' મિશનની પ્રશંસા, ISROને આપ્યા અભિનંદન
    પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષયાત્રીએ કરી 'ચંદ્રયાન-2' મિશનની પ્રશંસા, ISROને આપ્યા અભિનંદન

નવી દિલ્હીઃ ભારતના ચંદ્રયાન-2 મિશનની દુનિયાભરના અંતરિક્ષ સમર્થકો અને સંશોધકો પ્રશંસા કરી રહ્યા છે. હવે તેમાં નવું નામ ઉમેરાયું છે પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષ યાત્રી નમીરા સલીમનું. નમીરા સલીમે આ મિશન માટે ઈસરો અને ભારતને અભિનંદન આપ્યા છે. 

ચંદ્રયાન-2 મિશન અંગે નમીરા સલીમે જણાવ્યું કે, "હું ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગના ઐતિહાસિક પ્રયાસ માટે ઈસરો અને ભારતને અભિનંદન પાઠવું છું."

નમીરાએ જણાવ્યું કે, ચંદ્રયાન-2 માત્ર દક્ષિણ એશિયા માટે જ નહીં પરંતુ સંપૂર્ણ ગ્લોબલ અંતરિક્ષ ઉદ્યોગ માટે ગર્વનો વિષય છે. આ અભિયાનને કયો દેશ લીડ કરકી રહ્યો છે તેનાથી કોઈ ફરક પડતો નથી, કેમ કે અંતરિક્ષમાં રાજકીય સીમાઓ સમાપ્ત થઈ જાય છે અને બધા જ એક સમાન હોય છે.