મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 22 દરવાજા ખોલાયા

  • મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 22 દરવાજા ખોલાયા
    મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 22 દરવાજા ખોલાયા

/નર્મદા :ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 5 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને કારણે હાલ ડેમની સપાટી 136.02 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 


 
મધ્યપ્રદેશના ખંડવામાં ધોધમાર વરસાદને કારણે ઇન્દિરા સાગર ડેમના 12 અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલવામાં આવ્યા છે. જેને પગલે એક ગેટમાંથી 16 હજાર લેખે 1 લાખ 92 હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવશે. ઉપરવાસમાંથી પાણીની આવક થવાને કારણે આજે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે. હાલ ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. પરંતુ ડેમમાં પાણીની આવક વધવાને કારણે નર્મદા કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોની સ્થિતિ બગડશે. ડેમ દરવાજામાંથી 6 લાખ 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીનું લેવલ સતત વધી રહ્યું છે. આ કારણે કેવડિયાનો ગોરા બ્રિજ પર પાણી ફરી વળતા તેને રાહદારીઓ માટે બંધ કરાયો છે. ડેમ માં હાલ 4927 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.