ટેસ્ટઃ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 224 રને હરાવ્યું, રાશિદ ખાને બનાવ્યો રેકોર્ડ

  • ટેસ્ટઃ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 224 રને હરાવ્યું, રાશિદ ખાને બનાવ્યો રેકોર્ડ
    ટેસ્ટઃ અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 224 રને હરાવ્યું, રાશિદ ખાને બનાવ્યો રેકોર્ડ

ચટગાંવઃ અફઘાનિસ્તાને યજમાન બાંગ્લાદેશ વિરુદ્ધ (Afghanistan vs Bangladesh) એકમાત્ર ટેસ્ટ મેચ જીતી લીધી છે. વરસાદથી પ્રભાવિત આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 224 રને પરાજય આપ્યો છે. અફઘાનિસ્તાનના શાનદાર પ્રદર્શનનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 205 અને બીજી ઈનિંગમાં માત્ર 173 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ બાંગ્લાદેશ પર અફઘાનિસ્તાનની પ્રથમ જીત છે.  આ મેચમાં અફઘાનિસ્તાનની જીતનો હીરો કેપ્ટન રાશિદ ખાન રહ્યો છે. તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ તો બીજી ઈનિંગમાં છ વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. રાશિદ ખાને આ મેચમાં ઉતરતાની સાથે એક રેકોર્ડ બનાવ્યો હતો. તે મેચમાં ઉતરતા નાની ઉંમરે ટેસ્ટમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી બની ગયો હતો. આ વિજય બાદ તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે વિજયી ટીમનો કેપ્ટન બનવાનો રેકોર્ડ પણ તેના નામે થઈ ગયો છે. આ મેચમાં રહમત શાહે પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન તરફથી ટેસ્ટ સદી ફટકારનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે.  અફઘાનિસ્તાનની ટીમે આ મેચની પ્રથમ ઈનિંગમાં 342 રન બનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે અફઘાન ટીમને 137 રનની લીડ મળી હતી. અફઘાનિસ્તાને ત્યારબાદ પોતાની બીજી ઈનિંગમાં 260 રન બનાવ્યા અને બાંગ્લાદેશને જીતવા માટે 398 રનનો લક્ષ્ય આપ્યો હતો.