અમદાવાદ: લસણના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહીણીઓનું બજેટ ખોરવાયું

  • અમદાવાદ: લસણના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહીણીઓનું બજેટ ખોરવાયું
    અમદાવાદ: લસણના ભાવ આસમાને પહોંચ્યા, ગૃહીણીઓનું બજેટ ખોરવાયું

અમદાવાદ: છેલ્લા બે વર્ષથી તળીયાના ભાવે રહેલા લસણના ભાવ આસમાને પહોચ્યા છેલ્લા એક એઠવાડીયામાં હોલસેલ લસણના ભાવમાં કિલોએ 40થી50 રૂપિયાનો વધારો થયો છુટકમાં લસણનો ભાવ 200ની પાર પહોચ્યો ચીનમાં લસણના પાકને થયેલા નુકસાનને કારણે અહી લસણ મોઘું થયુ છે. લસણના ભાવ આસમાને પહોંચતા ગૃણીઓનું બજેટ ખોરવાયું છે. 

ગત સીઝનમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના લસણ પકવતા જે ખેડૂતોએ લસણ મફત વહેચવાની કે, રસ્તાઓ પર ફેકી દેવાની ફરજ પડી હતી. તે લસણ હવે ટોચના ભાવે વેચાઇ રહ્યુ છે જેનુ મુખ્ય કારણ છે. ચીનમાં લસણના પાકને 30થી35 ટકા થયેલુ નુકસાન માનવામાં આવે છે. વિશ્વવના સૌથી મોટા લસણ ઉત્પાદક દેશ તરીકે ચીન પ્રથમ નંબરે છે. અને તે સૌથી વધારે લસણની નિકાસ કરે છે.