અમદાવાદ 2 ઓક્ટોબરથી બનશે ‘પ્લાસ્ટિક મુક્ત’: AMC કમીશ્નર વિજય નહેરા

  • અમદાવાદ 2 ઓક્ટોબરથી બનશે ‘પ્લાસ્ટિક મુક્ત’: AMC કમીશ્નર વિજય નહેરા
    અમદાવાદ 2 ઓક્ટોબરથી બનશે ‘પ્લાસ્ટિક મુક્ત’: AMC કમીશ્નર વિજય નહેરા

અમદાવાદ: મહાનગર પાલિકા 2 ઓક્ટોબર સુધીમાં શહેરને સીંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા તૈયારી કરી લીધી છે. જેનાથી શહેરના મોટા ભાગના વ્યાપારીઓ અને દુકાનદાર પરેશાન છે. આ વ્યપારીઓએ જીસીસીઆઇમા માધ્યમથી મ્યુનીસીપલ કમીશનરને પત્ર લખ્યો પણ મ્યુનીસીપલ કમીશનર કોઇ એક્ટેન્શન આપવાના મુડમાં નથી.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિકની સામે લાલ આંખ કરતાં શહેરમાં હોટલ,રેસ્ટોરન્ટ ફરસાણ મીઠાઇ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અન્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો જેને લઇને આ વેપારીઓએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો સંપર્ક કર્યો જીસીસીઆઇએ વેપારીઓની દાદ સાંભળી અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનીસીપલ કમીશનરને પત્ર લખી કેટલાક ખુલાસા માંગ્યા અને કેટલાક માંગણીઓ પણ કરી છે.

 

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અમદાવાદમાં 20 હજારથી વધારે લોકો ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે અંદાજે 8 લાખ લોકોને રોજગારી આપે છે માટે તાત્કાલીક ધોરણે પ્લાસ્ટીકના ઉપયોગ અંગે ગાઇડલાઇન બહાર પાડવી જોઇએ. મ્યુનિસિપલ કમીશનર વિજય નહેરાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં હોટલ રેસ્ટોરન્ટ ફેરીયા અને પ્લાસ્ટીકની થેલીઓ બનાવનારા લોકો સાથે અનેક વર્કશોપ અને સેમીનાર કરવામાં આવ્યા છે.