ભરૂચ : ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક લેવલથી 1 ફૂટ દૂર, કાંઠાના ગામોને એલર્ટ કરાયા

  • ભરૂચ : ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક લેવલથી 1 ફૂટ દૂર, કાંઠાના ગામોને એલર્ટ કરાયા
    ભરૂચ : ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી ભયજનક લેવલથી 1 ફૂટ દૂર, કાંઠાના ગામોને એલર્ટ કરાયા

ભરૂચ :ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 5 લાખ 39 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને કારણે હાલ ડેમની સપાટી 136.02 મીટર પર પહોંચી ગઈ છે. પાણીની આવક વધવાને કારણે નર્મદા ડેમના 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેલા લાગી છે. જેને કારણે હાલ ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજની જળ સપાટી 23 ફૂટ પર પહોંચી ગઈ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની આસપાસના ગામોને અલર્ટ રહેવા સૂચના અપાઈ છે.