ઊંઝા : મા ઉમિયાની ઉછામણીમાં 65 કરોડની રકમ એકઠી થઈ, જુઓ સૌથી વધુ બોલી કોણે અને કેટલી લગાવી

  • ઊંઝા : મા ઉમિયાની ઉછામણીમાં 65 કરોડની રકમ એકઠી થઈ, જુઓ સૌથી વધુ બોલી કોણે અને કેટલી લગાવી
    ઊંઝા : મા ઉમિયાની ઉછામણીમાં 65 કરોડની રકમ એકઠી થઈ, જુઓ સૌથી વધુ બોલી કોણે અને કેટલી લગાવી

મહેસાણા જિલ્લાના અને સમગ્ર વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળ દેવી શ્રી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દી મોહત્સવને લઈને આગામી 18 ડિસેમ્બરના રોજ લક્ષચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર વિશ્વમાં વસતા પાટીદારોને ઊંઝામાં આમંત્રિત કરાશે. જેના પ્રથમ ચરણની એક બેઠક ગઈકાલે ઉમિયા માતા મંદિરમાં યોજાઈ હતી. આ પ્રસંગે 21 પ્રકારની ઉછામણી કરવામાં આવી હતી. જેમાં 65 કરોડની આવક થઈ હતી. જેમાં સૌથી વધુ 4.25 કરોડની ઉછામણીની બોલી લાગી હતી.  

 

બેઠકમાં સૌથી પહેલા શંખનાદ તથા વૈદિક મંત્રોચ્ચાર કરીને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. જેના બાદ ભવ્ય ઉછામણી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર પરિવારો હાજર રહ્યા હતા. રાજસ્થાન સહિત મધ્યપ્રદેશમાં વસતા પાટીદારો પણ ઊંઝા પહોંચ્યા હતા. ઉછામણી માટે ઈ-પેમન્ટ માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેનું ઓપનિંગ પણ આજે કર્યું હતું. મહેસાણા ઊંઝામાં લક્ષચંડી યજ્ઞમાં અલગ અલગ 21 પ્રકારની અલગ અલગ ઉછામણી કરવામાં આવી હતી. ઊંઝા લક્ષચંડી ઉછામનીમાં 65 કરોડ રૂપિયાની રકમ એકઠી કરાઈ હતી તેવું ઉમિયા ધામના મંત્રી દિલીપભાઈ પટેલે જણાવ્યું હતું.