ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 110.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા

  • ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 110.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા
    ગુજરાત માટે 2019નું ચોમાસુ ફળદાયી બન્યું, 110.99 ટકા વરસાદથી 72 જળાશય છલકાયા

ગાંધીનગર :ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે. જેને કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં સરેરાશ 109. 99 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ. સારા વરસાદને કારણે રાજ્યના 72 જળાશયો છલકાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યના 22 જિલ્લાઓમાં 1૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.   

ભરૂચ ૧૪૬.૧૯ ટકા
છોટાઉદેપુર ૧૪૨.૭૨ ટકા
કચ્છ ૧૪૦.૯૯ ટકા
જામનગર ૧૩૭.૪૭ ટકા
બોટાદ ૧૩૫.૩૩ ટકા
મોરબી ૧૩૨.૧૫ ટકા
નર્મદા ૧૨૪.૫૭ ટકા
વલસાડ ૧૨૦.૨૦ ટકા
સુરત ૧૧૯.૯૨ ટકા
સુરેન્દ્રનગર ૧૧૭.૮૨ ટકા
પંચમહાલ ૧૧૫.૭૮ ટકા
રાજકોટ ૧૧૦.૨૩ ટકા
નવસારી ૧૧૦.૧૮ ટકા
ભાવનગર ૧૦૭.૬૧ ટકા
જૂનાગઢ ૧૦૬.૭૯ ટકા
આણંદ ૧૦૬.૪૯ ટકા
તાપી ૧૦૬.૪૫ ટકા
વડોદરા ૧૦૩.૩૪ ટકા
દેવભૂમિદ્વારકા ૧૦૨.૧૭ ટકા
ખેડા ૧૦૧.૩૫ ટકા

રાજ્યમાં સરેરાશ 109. 99 ટકા વરસાદ થવાથી રાજ્યના 204 જળાશયોમાં પાણીનો સંગ્રહ 81.54 ટકા થયો છે. રાજ્યના 72 જળાશયો છલકાયા છે. 62 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે કે, 23 જળાશયો 5૦ થી 70 ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૧.૨૬ ટકા છે.