UNHRC માં ભારતને સણસણતો જવાબ: કાશ્મીર અંગે PAK માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે

  • UNHRC માં ભારતને સણસણતો જવાબ: કાશ્મીર અંગે PAK માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે
    UNHRC માં ભારતને સણસણતો જવાબ: કાશ્મીર અંગે PAK માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે

નવી દિલ્હી : જેનેવામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન (Pakistan) એકવાર ફરીથી શરમજનક સ્થિતીમાં મુકાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ભારતની તરફ સેક્રેટરી ઇસ્ટ વિજય ઠાકુર સિંહે પાકિસ્તાનને  આકરો જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે, કાશ્મીર અંગે પાકિસ્તાને માત્ર ખોટુ જ બોલ્યું છે. ભારતે કહ્યું કે, જમ્મુ કાશ્મીર અમારો આંતરિક  મુદ્દો છે, બાહરી દખલ સહ્ય નથી. કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 (Article 370) ને હટાવવાનાં નિર્ણયને ભારે સમર્થન મળ્યું છે. સંસદમાં ચર્ચા બાદ 370 હટાવાયું છે. ભારતે કહ્યું કે, આતંકવાદ અંગે નિર્ણયની કાર્યવાહીનો સમય છે. પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરે.


ભારતે કહ્યું કે, માનવાધિકાર અંગે પાકિસ્તાનનાં આરોપો બેજવાબદાર છે. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહી કરે. કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. પ્રતિબંધ ધીરે-ધીરે હટી રહ્યા છે. આ અગાઉ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં જમ્મુ કાશ્મીરના મુદ્દે ભારતની વિરુદ્ધ 15 મિનિટ 49 સેકન્ટ સુધી માત્ર ખોટુ બોલ્યા. માત્ર એટલું જ નહી કાશ્મીર પર 115 પેજના ખોટા અહેવાલ રજુ કર્યા. આ રિપોર્ટમાં રાહુલ ગાંધી, મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાનાં નિવેદનોનો ઉલ્લેખ છે.