ઓટો સેક્ટરમાં મંદી: નાણામંત્રીએ કહ્યું ઓલા ઉબર જવાબદાર, મારુતીએ કહ્યું નવા નિયમ

  • ઓટો સેક્ટરમાં મંદી: નાણામંત્રીએ કહ્યું ઓલા ઉબર જવાબદાર, મારુતીએ કહ્યું નવા નિયમ
    ઓટો સેક્ટરમાં મંદી: નાણામંત્રીએ કહ્યું ઓલા ઉબર જવાબદાર, મારુતીએ કહ્યું નવા નિયમ

નવી દિલ્હી : ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો માર સહી રહ્યો છે. અનેક કંપનીઓ ઘણા દિવસો માટે પ્રોડક્શન પણ અટકાવી ચુકી છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની નોકરીઓ પણ ખતરામાં છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરના ઘટાડા માટે લોકોના માઇન્ડસેટમાં પરિવર્તન અને બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, ઓટોમોબાઇલ સેક્ટરની સ્થિતી માટે અનેક ફેક્ટર જવાબદાર છે જેમાં બીએસ-6 મુવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સંબંધિત કિસ્સા અને લોકોના માઇન્ડસેટનો પણ સમાવેશ થાય છે.


ઇએમઆઇ કરતા ઓલા-ઉબેર વધારે સરળ
સીતારમણે કહ્યું કે, હવે લોકો ગાડી ખરીદીને ઇએમઆઇ ભરવા કરતા મેટ્રોમાં મુસાફરી કરવા અથવા ઓલા-ઉબરનો ઉપયોગ કરવાનું વધારે પસંદ કરે છે. તેમણે સ્વિકાર કર્યો કે આ સેક્ટરમાં ઘટાડો એક ગંભીર સમસ્યા છે અને તેનો ઉકેલ લાવવામાં આવશે. મોદી સરકારનાં બીજા કાર્યકાળનાં 100 દિવસ પુર્ણ થવા અંગે નાણામંત્રી પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે, અમે તમામ સેક્ટર્સની સમસ્યાઓ મુદ્દે ગંભીર છીએ અને જરૂરી પગલાઓ ઉઠાવીશું. આ સરકાર બધાનું સાંભળે છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં બે મોટી જાહેરાતો કરવામાં આવી. જરૂરિયાત અનુસાર બીજી જાહેરાતો પણ કરવામાં આવશે.