ઇમરાનના પૂર્વ MLAની પત્ની અને પુત્રીએ કહ્યું- મુસ્લિમ બનવા કરાય છે દબાણ, નથી જવું પાકિસ્તાન

નવી દિલ્હી: કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવનાર પાકિસ્તાનમાં જ લઘુમતીઓના અધિકારોને કચડી નાખવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ના પૂર્વ ધારાસભ્ય બલદેવ કુમાર દ્વારા તેનો ખુલાસો કરવામાં આવ્યા બાદ હવે તેમની પત્ની અને પુત્રીએ પણ પાકિસ્તાનમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારો અંગે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ત્યાં ધર્માતરણને લઇને લઘુમતીઓ પર ખુબજ દબાણ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે અમે પાકિસ્તાન જવા માગતા નથી. બલદેવની પત્ની ભાવનાએ કહ્યું કે હું પાકિસ્તાન પરત જવા માગતી નથી. અમે અહી રહેવા માગીએ છે. ત્યારે, બલદેવની પુત્રી રિયાએ પણ કહ્યું કે અમને મુસલમાન બનાવ માટે દબાણ કરવામાં આવે છે. અમે અહી રહેવા માગીએ છે. અમને અહીં સારૂ લાગે છે.