અંબાજી જતો દરેક રસ્તો ‘જય અંબે’ના નાદથી ગુંજ્યો, 5 લાખ ભક્તોએ દર્શન કર્યાં

  • અંબાજી જતો દરેક રસ્તો ‘જય અંબે’ના નાદથી ગુંજ્યો, 5 લાખ ભક્તોએ દર્શન કર્યાં
    અંબાજી જતો દરેક રસ્તો ‘જય અંબે’ના નાદથી ગુંજ્યો, 5 લાખ ભક્તોએ દર્શન કર્યાં

બનાસકાંઠા :ભાદરવી પુનમના મહામેળામા રાજ્યના ખુણેખુણા સહીત અન્ય રાજ્યના લોકો પણ અંબાજી ખાતે પગપળા મા અંબાની શરણે આવી રહ્યાં છે. રવિવારથી શરૂ થયેલો અંબાજી મંદિરના મેળાને લઈને અંબાજીને જોડતા તમામ માર્ગો ‘બોલ માડી અંબે જય જય અંબે”ના નાદે ગુંજી ઉઠ્યા છે. પહેલા દિવસે જ લાખો ભાવિક ભક્તો મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો રહ્યો હતો. આજે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ છે. મેળાના બે દિવસમા મંદિરમાં 5 લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. તેમજ બે દિવસમાં મંદિરને દાન ભેટની 1. 42 કરોડ રૂપિયાની આવક થઈ.   

બીજા દિવસની મેળાની વિગત

  • કુલ આવક 81,70,900 થઈ
  • મંદિરના શિખરે 292 ધજાઓ ચઢાવાઈ
  • 36,071 લોકોએ ભોજન પ્રસાદ લીધુ
  • 5,72,750 પ્રસાદનું વિતરણ થયું
  • 1,11,540 પ્રવાસીઓએ બસનો લાભ લીધો
  • 2375 બસ ટ્રીપ કરાઈ

મેળાના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર સહિત મુખ્ય બજારોમાં કુમકુમ ગુલાલની છોળો ઉડી હતી. તો બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સમગ્ર અંબાજીના વાતાવરણમાં ગુંજતો સંભળાઈ રહ્યો છે. જેને કારણે અનોખો અને આકર્ષિત એવો ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. 

અંબાજીના મહામેળા માટે વૃદ્ધો, વિકલાંગો તથા બાળ બક્તો માટે ખાસ એસટી બસનો પ્રારંભ કરાયો છે, જે નિશુલ્ક છે. આ સાથે જ ભક્તો માટે ટેન્ટ સિટી સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ભક્તોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે રીતે તંત્ર તથા મંદિરના ટ્રસ્ટ દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે.