ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા

  • ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા
    ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા

નવી દિલ્હી : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાહ્મ સમાજને સૌથી સર્વશ્રેષ્ઠ ગણાવતા કહ્યું કે, આ સ્થાન તેમણે ત્યાગ અને તપસ્તાથી પ્રાપ્ત કર્યું છે. ઓમ બિરલાનાં નિવેદન બાદ સવાલો પેદા થવા લાગ્યા છે. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષનાં નિવેદનની નિંદા કરી છે અને કહ્યું કે, જાતીના આધારે કોઇને પણ નાના કે મોટા માની શકાય નહી. દરેક વ્યક્તિ પોતાનાં કર્મના આધારે જ નવો કે મોટો હોય છે.


રાજસ્થાનનાં કોટામાં અખિલ ભારતીય બ્રહમણ મહાસભાનાં કાર્યક્રમ અંગે ટ્વીટ કરતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લખ્યું કે, સમાજમાં બ્રાહ્મણોનું સ્થાન ઉચ્ચ રહ્યું છે. આ સ્થાન તેમના ત્યાગન અને તપસ્યાનું જ પરિણામ છે. આ જ કારણ છે કે બ્રહ્મ સમાજ હંમેશાથી માર્ગદર્શકની ભુમિકામાં રહ્યા છે.