સુરત: ભારે વરસાદથી માંડવી-કીમ સ્ટેટ હાઇવે બંધ કરાયો, 100 લોકોનું સ્થળાંતર

  • સુરત: ભારે વરસાદથી માંડવી-કીમ સ્ટેટ હાઇવે બંધ કરાયો, 100 લોકોનું સ્થળાંતર
    સુરત: ભારે વરસાદથી માંડવી-કીમ સ્ટેટ હાઇવે બંધ કરાયો, 100 લોકોનું સ્થળાંતર

સુરત જિલ્લાના માંડવી અને કીમને જોડતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા હાઇવેને બંધ કરવાની ફરજ પડી હતી. માંડવી અને કિમ સ્ટેટ હાઇવે પર ઉમરપાડામાં રાત્રી દરમ્યાન 13 ઈંચ વરસાદ વરસતા આમલી ડેમ માંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોડસબા અને આંબાપારડી ગામમાં પાણી ફરી વળતા ગામના 100થી વધુ લોકો ને વહીવટી તંત્ર દ્વારા સલામતી સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  વરસાદને પગલે ઉમરાપાડાના 4 ગામ સંપર્ક વિહોણા
ઉમરપાડામાં રાત્રી દરમ્યાન મુશળધાર વરસાદના પગલે આમલીડેમ ઓવર ફોલો થતા સ્ટેટ હાઇવે તેમજ ગોડસબા અને આબાપાણી ગામોમાં પાણી ફરી વળ્યા હતા. માંડવીના કાછીયાબોરી,ગોડસંબા સહિતના 3થી ચાર ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કીમનદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. 

રાજ્યના 216 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં 16 ઈંચથી જળબંબાકાર જેવી સ્થિતિ