ચાલુ મગફળીની ખરીદી સરકાર પુરવઠા વિભાગની દેખરેખમાં કરશે કૌભાંડને પગલે ગુજકોમાસોલને રજૂઆત કરી

  • ચાલુ મગફળીની ખરીદી સરકાર પુરવઠા વિભાગની દેખરેખમાં કરશે કૌભાંડને પગલે ગુજકોમાસોલને રજૂઆત કરી
    ચાલુ મગફળીની ખરીદી સરકાર પુરવઠા વિભાગની દેખરેખમાં કરશે કૌભાંડને પગલે ગુજકોમાસોલને રજૂઆત કરી

રાજકોટ તા. 10
રાજકોટ સહિત રાજયભરમાં ગત વર્ષે થયેલ મગફળી કૌભાંડ બાદ આ વર્ષે પુષ્કળ વરસાદ થતા મગફળીની મબલખ પાક થવાની ધારણા છે ત્યારે ટેકાના ભાવે મગફળીથી ગુજસોમાસો અને બાકાત રાખવામાં આવ્યું છે.
કૃષિવિભાગ અને નાફેડ વચ્ચે ગહન ચર્ચા બાદ મગફળી ગુજકોમાસોલને બદલે નાફેડ હેઠળ અન્ન પુરવઠા વિભાગ ખરીદશે તેવો નિષ્કર્ષ આવ્યો હતો.
કૃષિવિભાગ અને નાફેડ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં મગફળીના ટેકાના ભાવ અને તેની ખરીદી અંગેનો મુદ્દો ચર્ચાયો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતુ કે, હવેથી ગુજકોમાસોલ મગફળી ખરીદશે નહી.
ગુજકોમોસોલે આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. જેને પગલે રાજ્ય સરકારે મગફળી ખરીદવાની જવાબદારી પુરવઠા વિભાગને સોંપી છે. જેને પગલે મગફળી ખરીદવાની કામગીરી હવે ગુજકોમોસોલની બદલે નાફેડ હેઠળ અન્ન પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવથી મગફલી ખરીવામાં આવશે.