સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું

  • સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું
    સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું

સુરત: EMI માટે બેક તરફથી વારંવાર ફોન આવતા આધેડએ તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. તાપી નદીમાં કુદેલો જોઈને તેની પાછળ રીક્ષા ચાલકે કુદી આધેડને બચાવી લઈને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતો. સુરતના ચોકબજાર નજીક તાપી નદી પર આવેલા મક્કાઈ પૂલ પરથી હરેશ બાબુ પટેલ કુદી ગયા હતાં. 

ટેલરીંગના કામકાજ સાથે સંકળાયેલા હરેશભાઈએ બેંકમાંથી હોમલોનની સાથે અન્ય લોન લીધી હતી. જેના હપ્તા માટે વાંરવાર બેંકમાંથી ફોન આવતા હતા. હપ્તા ન ભરાતા કંટાળેલા હરેશ બાબુ પટેલે મક્કાઈપૂલ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું એ દરમિયાન રિક્ષા ચાલકનું ધ્યાન જતાં તેણે તાપીમાં કુદીને હરેશભાઈને બચાવી લીધા હતાં.