પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભુજ નગરપાલિકા નિષ્ફળ, સ્થાનિકોમાં રોષ

  • પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભુજ નગરપાલિકા નિષ્ફળ, સ્થાનિકોમાં રોષ
    પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભુજ નગરપાલિકા નિષ્ફળ, સ્થાનિકોમાં રોષ

/ભુજ: ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં સમસ્યા ભરડો લીધો છે. ભુજ શહેરમાં રોડરસ્તા,ગટર તેમજ રખડતાઢોર, સફાઈ સહિત સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. પરિણામે શહેરીજનો સમસ્યાનો સામનો કરવાનો કરી રહ્યા છે. રાજય સરકાર ભલે ગતિશીલ ગુજરાતની વાતો કરે છે. તેવામાં કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેર પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યું છે. 

ચોમાસા બાદ ભુજ શહેર અનેક વિસ્તારમાં ગટર ઉભરવાની સમસ્યા શહેરીજનો સામનો કરી રહ્યા છે. ભુજના અનેક વિસ્તારમાં ગટર ઉભરાય રહી છે. ભુજનાં સ્ટેશનરોડ, સંસ્કારનગર, વાણીયાવાડ, પાટવાડી નાકું, રેલ્વેસ્ટેશન અને નુતન સોસાયટી વિસ્તાર ગટર લાઈન બેસી જતા ગટર ઉભરાય રહી છે. પરિણામે ભુજના રહીશો ગટર ઉભરવાની સમસ્યા સામનો કરી રહ્યા છે. 

ગટર લાઈન જૂની હોવાથી અનેક વિસ્તાર લાઈન બેસી જતા ભુજનાં લોકો ગટર સમસ્યા સામનો કરવો પડે છે. ભુજ શહેરમાં રખડતા ઢોર સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. ભુજના મોટા ભાગના રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન છે.