થરા-રાધનપુર હાઇવે પર પીધેલી હાલતમાં કાર ચાલકે 10ને અડફેટે લીધા, 2ના મોત

  • થરા-રાધનપુર હાઇવે પર પીધેલી હાલતમાં કાર ચાલકે 10ને અડફેટે લીધા, 2ના મોત
    થરા-રાધનપુર હાઇવે પર પીધેલી હાલતમાં કાર ચાલકે 10ને અડફેટે લીધા, 2ના મોત

બનાસકાંઠા: કાંકરેજના થરા-રાધનપુર હાઇવે પાસે આવેલી દર્શન હોટલ નજીક એક પૂરપાટ ઝડપે આવેતી કારે 10 લોકોને અડફેટે લેતા એક બાળક સહિત બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પુરપાટ ઝડપે આવેલી કારે રોડની સાઇડમાં આવાત 10 લોકોને અડફેટે લીધા હતા. જેમાં આઠ લોકોને નાની મોટી ઇજાઓ થઇ છે. 

રાધનપુર હાઇવે પર જઇ રહેલા રસ્તાના રાહદારીઓને કાર ચાલકે અડફેટે લેતા બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે થરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અકસ્માત થતા મોટી સંખ્યામાં આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘટનાની જાણ થતા થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.