ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ રાજકોટના શખ્સને મુંબઈથી પરત આવતા જ દબોચી લીધો

  • ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ રાજકોટના શખ્સને મુંબઈથી પરત આવતા જ દબોચી લીધો
    ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ રાજકોટના શખ્સને મુંબઈથી પરત આવતા જ દબોચી લીધો

રાજકોટમાં ત્રણ વર્ષ પૂર્વે ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સને મુંબઈ ભાગી ગયા બાદ પરત રાજકોટ આવતા જ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લઇ ભક્તિનગર પોલીસને સોંપ્યો છે. શહેરમાં વિવિધ નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ચૌધરી, ડીસીપી સૈની, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથી ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી એમ ધાખડા અને ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઇ વિજયસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા અને અમિતભાઇ અગ્રાવતને મળેલી ખાનગી હકીકત આધારે પ્રતાપસિંહ ઝાલા, સોકતખાન ખોરમ, ફિરોજભાઈ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફને સાથે રાખીને જામનગર રોડ હુડકો ક્વાટરના ઈરફાન ગનીભાઇ ભાણું નામના શખ્સને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચી લીધો હતો ત્રણ વર્ષ પૂર્વે ભક્તિનગરમાં ઘરફોડ ચોરીના ગુનામાં ઈરફાનનું નામ ખુલતા તે મુંબઈ ભાગી ગયો હતો ત્યાં રહીને પોતે ડ્રાંઈવિંગ કરતો હતો આજે રાજકોટ આવતો હોવાની બાતમી આધારે દબોચી લીધો હતો ઈરફાન 5 વર્ષ અગાઉ પણ ચોરીનો માલ રાખવાના ગુનામાં પ્રનગર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચુક્યો છે.