25 ચો.મી.ના ખુલ્લા પ્લોટ પરત લઇ ફ્લેટ ફાળવાશે

  • 25 ચો.મી.ના ખુલ્લા પ્લોટ પરત લઇ ફ્લેટ ફાળવાશે
    25 ચો.મી.ના ખુલ્લા પ્લોટ પરત લઇ ફ્લેટ ફાળવાશે

રાજકોટ શહેર સહિત રૂડા વિસ્તારમાં અઢી દાયકા પહેલા ગરીબ પરિવારોને યુ.એલ.સી.ના 25 ચો.મી.ના ફાળવેલ પ્લોટ પરત લઇ સ્થાનિક સતામંડળ દ્વારા આ પરિવારને ફ્લેટ આપવાની યોજના તૈયાર કરવામાં આવી હોવાનું વિશ્ર્વસનીય સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
રાજકોટમાં વસવાટ કરતા એકાદ હજાર જેટલા ગરીબ પરિવારોને અઢી દાયકા પહેલા ક્લેકટર તંત્ર દ્વારા જૂદા-જૂદા વિસ્તારોમાં યુ.એલ.સી. ફાજલના 25 ચો.મીટરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જે આસામીઓને પ્લોટ આપવામાં આવ્યા હતા. તેઓએ પૈસા પણ ભરપાઈ કર્યા હતા.
અઢી દાયકા પહેલા આસામીઓને યુ.એલ.સી. ફાજલ જમીન કલેકટર તંત્ર દ્વારા ફાળવી દેવામાં આવી હતી. પરંતુ લાભાર્થીઓને જમીનના કબ્જા સોંપવામાં આવ્યા ન હતા. આથી આસામીઓ દ્વારા અવાર નવાર કલેકટર કચેરીએ ધક્કા ખાઇ પ્લોટ અંગે પૃચ્છા કરતા હતા. દરમિયાન પૈસા ભરેલ પહોંચની મામલતદાર પાસે ખરાઈ કરવામાં આવી હતી.
દરમીયાન શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ફાળવવામાં આવેલ પ્લોટમાં હવે સ્થાનિક સતામંડળ દ્વાઅરા પ્લોટને બદલે ફ્લેટ બનાવવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. આથી આવા લાભાર્થીઓને પ્લોટની જગ્યાએ હવે ફ્લેટ આપવામાં આવશે.
રાજકોટમાં માધાપર, વાવડી, કોઠારીયા, ઘંટેશ્ર્વર, પરાપીપળીયા, મોરબીછ રોડ સહિતના વિસ્તારોમાં યુ.એલ.સી. ફાજલ જમીનમાં પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. હવે હાઉસીંગ બોર્ડ દ્વારા મહાપાલિકા અને રૂડાને આવા પ્લોટનો કબ્જો ફાળવવામાં આવશે.
શહેરમાં અત્યારે જે યુ.એલ.સી. ના પ્લોટ આવેલ છે અને જેટલી ખૂલ્લી જગ્યા છે તેનો કબ્જો તાત્કાલીક જે-તે મામલતદારોએ લઇ સ્થાનિક સતામંડળને આપી દેવા અધિક કલેકટરે આદેશ કર્યો છે અને જે જગ્યાએ દબાણ થયા હોય તેવા પ્લોટમાંથી ચોમાસા બાદ દબાણ ખાલી કરાવી જગ્યા સોંપી દેવા હુકમ કરવામાં આવેલ છે.