જુગાર રમતી 5 મહિલા સહીત 17 શખ્સોની ધરપકડ

  •  જુગાર રમતી 5 મહિલા સહીત 17 શખ્સોની ધરપકડ
    જુગાર રમતી 5 મહિલા સહીત 17 શખ્સોની ધરપકડ

રાજકોટ શહેરમાં દારૂ જુગારના કેસો કરવા અંગે મળેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, માલવિયા અને થોરાળા પોલીસે પાડેલા ત્રણ દરોડામાં 5 મહિલા સહીત 17 શખ્સોને ઝડપી લઇ રોકડા 55,110 કબ્જે કર્યા હતા. 
શહેરમાં દારૂ જુગારના કેસો કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અતુલ સોનારા અને તેમની ટીમે બાતમી આધારે લોધેશ્વર સોસાયટીમાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન બાબુ અમૃતલાલ ઝરીયા, બળવંત તુલસીભાઇ ઝરીયા, રવિ ભીખુભાઇ ઝરીયા, અંકિત જગદીશભાઈ મકવાણા અને આકાશ દીપકભાઈ ઝરિયાને જુગાર રમતા ઝડપી લઇ રોકડા 25,780 કબ્જે કર્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી જયારે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ બી ટી વાઢીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે કુબલિયાપરા મચ્છી ચોકમાં દરોડો પાડી જુગાર રમતા જેન્તી નરોત્તમભાઇ કોઇરીયા, વિજય કનૈયાલાલ ગોપલાણી, સાહિદ ઉર્ફે ગુંદી ગનીભાઇ અમરેલીયા અને દિલીપ ઉર્ફે હકાભાઈ બાબુભાઇ મોરીને ઝડપી લઇ રોકડા 15,130 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત માલવીયાનગર પોલીસે વિશ્વનગર આરએમસી ક્વાર્ટરમાં દરોડો પાડી જુગાર રમતા ઇલાબેન ભરતભાઈ જોષી, વિલાસબેન મહેશગીરી ગોસ્વામી, પાયલબેન જીતુભાઇ સોલંકી, કિરણબેન કિરીટભાઈ પોપટાણી, ગીતાબેન દિનેશભાઇ વીસપરા, યાકુબભાઇ ઉસ્માનભાઈ સરસીયા, સરમણ માધાભાઇ કાથડ અને જીતુ વેજાભાઇ સોલંકીને ઝડપી લઇ રોકડા 14,200 કબ્જે કર્યા હતા.