રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બોલ્યા ભાજપને જ ગાળો, ઓડિયો ક્લિપ વાયરલ

  • રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બોલ્યા ભાજપને જ ગાળો, ઓડિયો ક્લિપ વાયરલ
    રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી બોલ્યા ભાજપને જ ગાળો, ઓડિયો ક્લિપ વાયરલ

રાજકોટ: સતત વિવાદોમાં સપડાયેલા રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો ક્લિપમાં તે પોતાની જ પાર્ટીને ગાળો બોલતા નજરે પડી રહ્યા છે. ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો ગાળો બોલતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

અગાઉ પણ ભાજપના આ ધારાસભ્ય અનેક વાર વિવાદમાં આવી ચૂક્યા છે. આ ઓડિયો ક્લિપમાં તે એક નાગરિકને તેની પાર્ટી વિશે અપશબ્દો બોલી રહ્યા છે. અને મારે પાર્ટીમાં રહેવુજ નથી એવા શબ્દો બોલી રહ્યા છે. અગાઉ પણ આવી રીતે અનેક વાર અરવિંદ રૈયાણી દ્વારા વિવિદો કરવામાં આવ્યા છે.