સોમવારથી ટ્રાફિકના પ્રશ્ર્ને પોલીસ બોલાવશે ધોંસ

  •  સોમવારથી ટ્રાફિકના પ્રશ્ર્ને પોલીસ બોલાવશે ધોંસ
    સોમવારથી ટ્રાફિકના પ્રશ્ર્ને પોલીસ બોલાવશે ધોંસ

રાજકોટ સહીત રાજ્યભરમાં આગામી સોમવારથી ટ્રાફિકના નવા નિયમોની અમલવારી કડક પણે શરુ કરવામાં આવનાર છે ત્યારે આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રથમ પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓને આ નિયમોનું પાલન કરાવવા તજવીજ હાથ ધરાશે આ ઉપરાંત વ્રોન્ગ સાઈડ અને ઓવરસ્પીડના કેસોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે પરંતુ લોકો પણ દંડથી બચવા પોતાની સલામતી માટે રૂલ્સ ફોલો કરે તે જરૂરી છે.
ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે દંડની નવી જોગવાઈની અમલવારી રાજ્યભરમાં સોમવારથી થનાર છે ત્યારે રાજકોટ શહેરમાં પણ આ નવા નિયમોની કડકપણે અમલવારી કરાવવામાં આવે તે માટે તંત્ર સજ્જ થઇ ગયું છે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આ અંગે વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફીક વાયોલન્સ મુખ્યત્વે ત્રણ રીતે વાહનચાલકો કરે છે. યુવાનોમાં ઓવર સ્પીડીંગ, રોંગ સાઈડમાં વાહન ચલાવવા અને અડચણરૂપ રીતે વાહનો પાર્ક કરવાનું દૂષણ વધુમાં વધુ છે. સોમવારથી પ્રથમ આ ત્રણ મુદ્દે પોલીસ કડક કાર્યવાહી કરશે સાથોસાથ હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા માટે પણ કડક પગલાં લેવામાં આવશે ટ્રાફિકના નવા નિયમો ગુજરાતભરની જનતા માટે લાગુ કરવામાં આવ્યા છે પરંતુ પ્રથમ શહેર પોલીસના જવાનો અને સરકારી કર્મચારીઓ આ કાયદાનું ચુસ્તપણે પાલન કરે તે માટે પ્રથમ તેઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જો પોલીસ જ કાયદાનું પાલન નહિ કરે તો પ્રજા ક્યાંથી કરશે જેથી આ પ્રથમ કામગીરી પોલીસથી જ શરૂ કરવામાં આવનાર છે આ સાથે સાથે લોકો દંડથી બચવા અને પોતાની સલામતી માટે હેલ્મેટ અને જરૂરી દસ્તાવેજો પોતાની સાથે રાખે તે પણ જરૂરી છે ખાસ કરીને ઇમરજન્સી સેવાઓમાં પોલીસ દ્વારા રાહત આપવામાં આવશે ટ્રાફિકના નવા નિયમોની કામગીરીમાં માત્ર ટ્રાફિક પોલીસ જ કામગીરી કરશે તેવું ડીસીપી જાડેજાએ જણાવ્યું હતું અને લોકોને પણ ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા વિનંતી કરી હતી.