એલર્ટઃ પાકિસ્તાનનો 'આતંકી' પ્લાન OUT, કાશ્મીરમાં 19 હુમલા કરવાની તૈયારી

  • એલર્ટઃ પાકિસ્તાનનો 'આતંકી' પ્લાન OUT, કાશ્મીરમાં 19 હુમલા કરવાની તૈયારી
    એલર્ટઃ પાકિસ્તાનનો 'આતંકી' પ્લાન OUT, કાશ્મીરમાં 19 હુમલા કરવાની તૈયારી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી(Jammu-Kashmir) કલમ 370 (Article 370) નાબૂદ કરાયા પછી ઘાટીમાં ફરીથી આતંકવાદીઓ(Terrorist) સક્રિય થઈ ગયા છે. ગુપ્તચર રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં 237 આતંકવાદીઓ સક્રિય છે. જેમાં 166 સ્થાનિક આતંકવાદી છે, 107 પાકિસ્તાની(Pakistan) આતંકવાદી છે. ઘાટીમાં સૌથી વધુ 112 આતંકવાદી લશ્કર-એ-તૈયબાના છે અને 100 આતંકવાદી હિઝબુલ મુજાહિદ્દીનના છે. 

આ ઉપરાંત આતંકવાદી સંગઠન જૈશના 59 અને અલ-બદર ગ્રૂપના 3 આતંકવાદી સક્રિય છે. સૂત્રોએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરમાં 158, ઉત્તર કાશ્મીરમાં 96 અને મધ્ય કાશ્મીરમાં પણ મોટી સંખ્યામાં આતંકવાદીઓ સક્રિય છે. આ આતંકવાદીઓ રાજ્યમાં 19 મોટા આતંકવાદી હુમલા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે.