ગુજરાતના તમામ RTO રવિવારે પણ ચાલુ રહેશે, પરિવહન વિભાગની બેઠકમાં નિર્ણય

  • ગુજરાતના તમામ RTO રવિવારે પણ ચાલુ રહેશે, પરિવહન વિભાગની બેઠકમાં નિર્ણય
    ગુજરાતના તમામ RTO રવિવારે પણ ચાલુ રહેશે, પરિવહન વિભાગની બેઠકમાં નિર્ણય

અમદાવાદ: રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યના તમામ RTOમાં વધેલી કામગીરીને ધ્યાનમાં રાખી આગામી (22-09-2019) રવિવારે પણ આરટીઓ કચેરી ખુલ્લી રાખવામાં આવશે તેવો પરિવહન વિભાગની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.
નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં વાહન ચાલકોની ભીડ વધી ગઈ છે. આરટીઓમાં આરસી બુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ વગેરેના જરૂરી કામકાજ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ વિજય રૂપાણી સરકારે રાજ્યના લોકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે આંશિક રાહત આપી હતી. સરકારની જાહેરાત પ્રમાણે નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદત 15 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે.