જળવાયુ પ્રદૂષણઃ હેવી મેટલ્સ પ્રવેશી રહ્યાં છે આપણાં શરીરમાં, AIIMSનો રિપોર્ટ

  • જળવાયુ પ્રદૂષણઃ હેવી મેટલ્સ પ્રવેશી રહ્યાં છે આપણાં શરીરમાં, AIIMSનો રિપોર્ટ
    જળવાયુ પ્રદૂષણઃ હેવી મેટલ્સ પ્રવેશી રહ્યાં છે આપણાં શરીરમાં, AIIMSનો રિપોર્ટ

નવી દિલ્હીઃ આપણે ઘણા કિસ્સામાં જોઈએ છીએ કે દારૂ, તમાકુ કે સિગારેટની ટેવ ન હોવા છતાં પણ લોકોને ફેફસાંનું કેન્સર, અસ્થમા, લીવરની સમસ્યા કે કિડની ખરાબ થઈ જવા જેવી ખતરનાક અને જીવલેણ બિમારીનો ભોગ બનેલા હોય છે. ડોક્ટર પાસે જાય અને વિસ્તૃત તપાસમાં જ્યારે ખબર પડે કે તેમને આ પ્રકારની ગંભીર બિમારી થઈ છે ત્યારે આપણે સવાલ કરતા હોઈએ છીએ કે, આ બિમારીનું જે મુખ્ય તબીબી કારણ છે તેમાંથી એક પણ કુટેવ વ્યક્તિને નથી, તેમ છતાં આ બિમારી થઈ શા માટે? 

જોકે, હવે આ બિમારી થવા પાછળનું મુખ્ય કારણ જાણવા મળી ગયું છે. દિલ્હીની AIIMSમાં તાજેતરમાં જ એક 'ઈકોટોક્સિકોલોજી' નામની લેબોરેટરી ખુલી છે, જેમાં લોકોમાં થતી બિમારીના મૂળ વિશે સંશોધન કરવામાં આવે છે. આ લેબોરેટરીમાં પ્રથમ વખત લગબગ 200 લોકો પર થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, 200માંથી 32 લોકોના શરીરમાં નુકસાનકારક કેમિકલ્સની હાજરી જોવા મળી છે. આ કેમિકલ્સમાં ફ્લોરાઈડ, આર્સેનિક અને મર્ક્યુરી જેવા ખતરનાક હેવી મેટલ્સ જોવા મળ્યાં છે.