નાણાંમંત્રીએ કહ્યું- સરકારી બેન્કો 400 જિલ્લામાં લોન મેળાનું આયોજન કરશે, બે તબક્કામાં થશે કાર્યક્રમ

  • નાણાંમંત્રીએ કહ્યું- સરકારી બેન્કો 400 જિલ્લામાં લોન મેળાનું આયોજન કરશે, બે તબક્કામાં થશે કાર્યક્રમ
    નાણાંમંત્રીએ કહ્યું- સરકારી બેન્કો 400 જિલ્લામાં લોન મેળાનું આયોજન કરશે, બે તબક્કામાં થશે કાર્યક્રમ

નવી દિલ્હી: અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગુરવારે નવી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે સરકારી બેન્કો આગલા મહિનાથી 400 જિલ્લાઓમાં લોન મેળાનું આયોજન કરશે. આ વ્યવસ્થા નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ(એનબીએફસી) અને રિટેલ ગ્રાહકો માટે હશે. તેમાં ઘર ખરીદનાર અને ખેડૂતો પણ સામેલ થશે. 3 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી પ્રથમ તબક્કામાં 200 જિલ્લા કવર કરવામાં આવશે. બીજા તબક્કામાં 11 ઓક્ટોબર બાદ બાકીના 200 જિલ્લા કવર થશે. નાણાંમંત્રીએ કહ્યું કે તહેવારની સીઝનમાં વધુમાં વધુ લોન વિતરણ સુનિશ્વિત કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બેન્કોને કહેવામાં આવ્યું છે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં ફસાયેલી લોનને 31 માર્ચ 2020 સુધી એનપીએ જાહેર ન કરવામાં આવે.