અમદાવાદઃ 5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSI ડ્યુટી સિવાય હથિયાર સાથે નહિં રાખી શકે

  • અમદાવાદઃ  5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSI ડ્યુટી સિવાય હથિયાર સાથે નહિં રાખી શકે
    અમદાવાદઃ 5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSI ડ્યુટી સિવાય હથિયાર સાથે નહિં રાખી શકે

અમદાવાદ: રાજ્યમાં પોલીસકર્મીઓ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ 5 વર્ષથી ઓછી ફરજ બજાવનારા PSIએ ફરજ સિવાયના સમયમાં પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવાનું રહેશે. PSI સાથે રિવોલ્વર રાખી શકશે નહીં. તાલીમમાં રહેલા પોલીસ અધિકારીને પણ રિવોલ્વર માત્ર પરેડ અને ફાયરીગ પ્રેક્ટિસ સમયે જ સાથે રાખવા જણાવ્યું છે. VVIP અને સંવેદનશીલ બંદોબસ્ત સમયે પોલીસ અધિકારીઓની માનસિક સ્થિતિ ઉપરી અધિકારીઓ તરફથી આપવામાં આવતા ગ્રેડીગ અને સારા ગ્રેડિંગ ધરાવતા અધિકારીઓને જ હથિયાર સાથે ફરજ સોંપવા પોલીસવડાએ આદેશ કર્યા છે.