ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર બની જશે ભૂતકાળ, સંપર્ક અંતિમ તબક્કામાં, ગણતરીના જ કલાકો બાકી, જાણો

  • ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર બની જશે ભૂતકાળ, સંપર્ક અંતિમ તબક્કામાં, ગણતરીના જ કલાકો બાકી, જાણો
    ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર બની જશે ભૂતકાળ, સંપર્ક અંતિમ તબક્કામાં, ગણતરીના જ કલાકો બાકી, જાણો

નવી દિલ્હી : ચંદ્રયાન 2 મિશન અંતર્ગત ચંદ્ર પર મોકલેલ વિક્રમ વેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના વૈજ્ઞાનિકોને હજુ સુધી સંપર્ક કરવામાં સફળતા મળી નથી. 22 જુલાઇએ લોન્ચ કરાયેલ ચંદ્રયાન 2 મિશન અંતર્ગત 7 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડરને ચંદ્રની ધરતી પર ઉતરાણ કરાવવાનું હતું. પરંતુ છેલ્લી ગણતરીની ઘડીઓ પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો.  વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ઉતરાણ કર્યા બાદ પ્રજ્ઞાન રોવર સાથે ત્યાં 14 દિવસ સુધી સંશોધન કાર્ય કરવાનું હતું. જોકે સંપર્ક થઇ શક્યો નથી અને હવે વિક્રમ લેન્ડરની લાઇફ ખતમ થવા જઇ રહી છે. સંપર્ક કરવાનો અંતિમ દિવસ છે. જો ઇસરોના વૈજ્ઞાનિકો આ સમય દરમિયાન સંપર્ક કરવામાં સફળ નહીં થાય તો કદાચ ક્યારેય સંપર્ક નહીં થઇ શકે. આના પાછળનું કારણ એ છે કે એની લાઇફ માત્ર 14 દિવસની જ હતી જે ખતમ થવા આવી છે.