કાજલ ઓઝા વૈદ્યની અરજીની સુનાવણીમાં અશ્વિન સાંકડસરિયા રહ્યા ગેરહાજર

  • કાજલ ઓઝા વૈદ્યની અરજીની સુનાવણીમાં અશ્વિન સાંકડસરિયા રહ્યા ગેરહાજર
    કાજલ ઓઝા વૈદ્યની અરજીની સુનાવણીમાં અશ્વિન સાંકડસરિયા રહ્યા ગેરહાજર

અમદાવાદઃ સોશિયલ મીડિયા પર છબી ખરડાય તેવું લખાણ લખવાના વિરુદ્ધમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અમદાવાદ શહેરની સિટી સિવિલ કોર્ટમાં અશ્વિન સાંકડસરિયા નામની વ્યક્તિ સામે બદનક્ષીનો દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. ગુરૂવારે આ અરજીની સુનાવણી દરમિયાન જેમની સામે અરજી કરાઈ છે તે અશ્વિન સાંકડસરિયા કે તેમનો વકીલ બંનેમાંથી કોઈ પણ કેસની સુનાવણી દરમિયાન હાજર ન રહેતાં કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા શહેરની કોર્ટમાં પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અશ્વિન સાંકડસરિયા દ્વારા સોશિયલ મીડિયામાં થતી તેમની બદનામી પર રોક લગાવવા માટે બુધવારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. ગુરૂવારે આ કેસની સુનાવણી દરમિયાન કાજલ ઓઝા વૈદ્યના વકીલે દલીલો આપતા કોર્ટને કહ્યું કે, "સોશિયલ મીડિયામાં વાણી સ્વાતંત્ર્યનો હક્ક છે, પરંતુ અપશબ્દોથી કોઈની છબી ખરડાય તેવું લખાણ યોગ્ય નથી. કોઈના વિશે અપશબ્દો લખ્યા પછી પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હોય તો પણ આ પોસ્ટ લોકોનાં મગજમાં રહેતી હોય છે તેનું શું?"