નાણા મંત્રીની જાહેરાતોથી શેર બજાર ગેલમાં, સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11 હજારને પાર

  • નાણા મંત્રીની જાહેરાતોથી શેર બજાર ગેલમાં, સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11 હજારને પાર
    નાણા મંત્રીની જાહેરાતોથી શેર બજાર ગેલમાં, સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 11 હજારને પાર

નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે ગોવામાં જીએસટી કાઉન્સિલની બેઠક અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં અનેક મહત્વની જાહેરાતો કરી. નાણા મંત્રીએ કોર્પોરેટ ઈન્ડિયાને 1.5 લાખ કરોડ રૂપિયાનું પેકેજની જાહેરાત કર્યા બાદ શેરબજાર ખુશખુશાલ જેવી સ્થિતિ જોવા મળી છે. સેન્સેક્સમાં 1800 અંકથી વધુનો ઉછાળો જોવા મળ્યો જ્યારે નિફ્ટી પણ 550 અંકથી વધુના વધારા સાથે 11000ને પાર પહોંચી ગયો. સેન્સેક્સના તમામ 30 શેર લીલા નિશાનમાં વેપાર કરી રહ્યાં છે.    કોર્પોરેટ ટેક્સ અને ઈક્વિટી કેપિટલ ગેન્સ પર સરચાર્જ હટાવવાની જાહેરાતો બાદ બજારને તો જાણે પાંખો લાગી ગઈ. સેન્સેક્સ લગભગ 1800 અંકના વધારા સાથે 37000  પાર જતો રહ્યો છે જ્યારે નિફ્ટી લગભગ 550 અંકના વધારા સાથે 11000 પાર જોવા મળ્યો.