37મી GST કાઉન્સિલ બેઠકઃ ડાયમંડ અને હોટેલ ઉદ્યોગને રાહત આપતા નિર્ણય

  • 37મી GST કાઉન્સિલ બેઠકઃ ડાયમંડ અને હોટેલ ઉદ્યોગને રાહત આપતા નિર્ણય
    37મી GST કાઉન્સિલ બેઠકઃ ડાયમંડ અને હોટેલ ઉદ્યોગને રાહત આપતા નિર્ણય

ગોવા): નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં ગોવા ખાતે મળેલી 37મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં શુક્રવારે મહત્વનાં નિર્ણય લેવાયા હતા. કાઉન્સિલની બેઠકમાં 20 વસ્તુઓ અને 12 સેવાઓ પર GST દર ઘટાડવામાં આવ્યા છે. કાઉન્સિલે નાના વેપારીઓને રાહત આપતા જણાવ્યું કે, રૂ.2 કરોડથી ઓછા ટર્નઓવર પર વાર્ષિક જીએસટી રિટર્ન(GST Return) ભરવાનું રહેશે નહીં. જીએસટીના સંશોધિત દર 1 ઓક્ટોબરથી લાગુ થશે.

કાઉન્સિલની બેઠકમાં ડાયમંડ અને હોટલ ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના વાહનોમાં પણ થોડી રાહતનું જાહેરાત કરાઈ છે. આયાત કરવામાં આવતા સંરક્ષણ ક્ષેત્રને લગતા સાધનોને 2024 સુધી જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. કેફિનેટેડ બેવરેજ પર જીએસટી 18 ટકા અને સેસ 12 ટકા લગાવાયો છે. 

હોટલ ઉદ્યોગને મોટી રાહત
જીએસટી કાઉન્સિલની 37મી બેઠકમાં હોટેલ ઉદ્યોગને રાહત આપતાં રૂ.1000 સુધીનું રૂમના ભાડા પર કોઈ જીએસટી લાગશે નહીં. રૂ.1001થી રૂ.7500 સુધીના રૂમના ભાડા પર હવે 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે. આ સાથે જ નાણામંત્રીએ જણાવ્યું કે, રૂ.7500થી વધુ રૂમના ભાડા પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.