હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ

  • હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ
    હિકા વાવાઝોડા સામે તંત્ર સાબદું, કચ્છમાં NDRFની એક ટીમ તૈનાત કરાઈ

અમદાવાદ :અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા (Hikka Cyclone)વધુ તીવ્ર બની ગયું છે. પરિણામે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે પ્રચંડ પવન ફુંકાશે. સાથે સાથે ભારે વરસાદ પણ થવાની શક્યતા છે. જેથી દરિયામાં સ્થિતિ ખરાબ થઇ શકે છે. મોજા ઊંચે ઉછળી શકે છે. માછીમારોને બુધવાર સુધી દરિયામાં નહીં જવા માટે સૂચના આપી દેવાઈ છે. વાવાઝોડાની શક્યતાને લઇને તંત્ર સાબદું થઇ ગયું છે. ત્યારે કચ્છ (Kutch)માં હિકાની અસર દેખાવા લાગી છે. હિકાને કારણે કચ્છના દરિયામાં મોજા ઉંચા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જેને કારણે એનડીઆરએફ (NDRF)ની એક ટીમ કચ્છમાં તૈનાત કરાઈ છે.

 

કચ્છમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દેખાવા લાગી છે. લો પ્રેશરથી હિકા નામનું વાવાઝોડું ઓમાન તરફ ધપી રહ્યું છે, જેની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. હિકાને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જખો બંદરની 100 બોટ હજુ પણ દરિયામાં છે. કચ્છમાં કંડલા સહિતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયો તોફાની બનવાના પણ એંધાણ છે. ત્યારે એનડીઆરએફની એક ટીમ કચ્છમાં તૈનાત  કરાઈ છે.