દ્વિપક્ષીય વાટાઘાટોઃ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' કહી કરી ભરપૂર પ્રશંસા

  • દ્વિપક્ષીય વાટાઘાટોઃ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' કહી કરી ભરપૂર પ્રશંસા
    દ્વિપક્ષીય વાટાઘાટોઃ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' કહી કરી ભરપૂર પ્રશંસા

ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી. આ મુલાકાત સંયુક્ત રાષ્ટ્રના વડામથક ખાતે યોજાઈ હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. પત્રકારોના સવાલનો જવાબ આપતા ટ્રમ્પે પીએમ મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' કહીને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદીના મહાન નેતા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને સૌ કોઈ પસંદ કરે છે. તેઓ આતંકવાદનો સામનો કરવામાં સક્ષમ છે. પત્રકારે જ્યારે આતંકવાદ અને પાકિસ્તાન સાથે જોડાયેલો સવાલ તેમને પુછ્યો તો ટ્રમ્પે કહ્યું કે, હ્યુસ્ટનમાં પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. સવાલોનો જવાબ આપવા દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીની સરખામણી અમેરિકાના પ્રખ્યાત અભિનેતા અને ગાયક એલવિસ પ્રિસ્લે સાથે કરતા કહ્યું કે, મોદી તેમની જેમ જ લોકપ્રિય છે.