ચોમાસામાં અમદાવાદના તમામ રસ્તોઓ તૂટ્યા, ખાડાવાદમાં વાહન ચાલકો પરેશાન

  • ચોમાસામાં અમદાવાદના તમામ રસ્તોઓ તૂટ્યા, ખાડાવાદમાં વાહન ચાલકો પરેશાન
    ચોમાસામાં અમદાવાદના તમામ રસ્તોઓ તૂટ્યા, ખાડાવાદમાં વાહન ચાલકો પરેશાન

અમદાવાદ: ચાલુ વર્ષે અમદાવાદ (Ahmedabad) શહેરમાં ખાબકેલા ભારે વરસાદે સ્માર્ટસિટી(SmartCity)ના તમામ રસ્તાની હાલત ખરાબ કરી નાંખી હતી. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની કામગિરી સામે અનેક પ્રશ્નો ઉભા થતા તંત્રના માથે ભારે માછલા ધોવાયા હતા. ત્યારે એએમસીએ દાવો કર્યો છે કે તારીખ 13 થી 22 સપ્ટેમ્બર દરમ્યાન ખૂબજ મોટાપાયે કામગીરી હાથ ધરીને શહેરના તમામ તૂટેલા માર્ગોને રીપેર કરી દેવાયા છે. અને હજીપણ નાગરીકો તરફથી ફરીયાદ મળ્યાના 24 કલાકમાં તે ખાડા પૂરી દેવા માટે તંત્ર કટિબધ્ધ છે.

  • 14316 સ્થળે હાથ ધરાયુ પેચવર્ક
  • 1.37 લાખ ચો.મી વિસ્તારમાં કામ થયુ.
  • 6337 શ્રમિકોએ કરી કામગીરી
ગત સપ્તાહે શહેરમાં ઉપરાછાપરી અતિભારે વરસાદ થતા શહેરનો એકપણ વિસ્તાર એવો નહતો કે રોડ રસ્તાઓ તૂટ્યા ન હોય. સ્માર્ટસિટી અને વિકાસની ગુલબાંગો વચ્ચે વરસાદે એએમસી તંત્ર અને તેના ભાજપી શાષકોના તમામ દાવાની પોલ ખોલી નાંખી હતી. શહેરીજનોને પડતી હાલાકી અંગે સોશિયલ મીડિયા પર પણ તંત્રની ભારે ટીકા થતા તંત્ર હરકતમાં આવ્યુ હતું. અને તાત્કાલીક શહેરભરમાં રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ હતી.