શરદ પવારે ED ઓફિસ જવાનો નિર્ણય રદ કર્યો, કહ્યું- બેન્ક કૌભાંડ સાથે મારે કોઈ લેવા દેવા નથી

  • શરદ પવારે ED ઓફિસ જવાનો નિર્ણય રદ કર્યો, કહ્યું- બેન્ક કૌભાંડ સાથે મારે કોઈ લેવા દેવા નથી
    શરદ પવારે ED ઓફિસ જવાનો નિર્ણય રદ કર્યો, કહ્યું- બેન્ક કૌભાંડ સાથે મારે કોઈ લેવા દેવા નથી

મુંબઈઃ NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) પ્રમુખ શરદ પવારને શુક્રવારે EDની ઓફિસ જવાનો નિર્ણય રદ કર્યો છે. NCP પ્રમુખે કહ્યું કે, હું EDને જણાવવા માંગતો હતો કે,મેં કંપનીમાં કોઈ પદ નથી લીધું, ન તો હું ડાયરેક્ટર હતો. તેમ છતા મારી પર FIR કરાઈ હતી. તેમણે કહ્યું કે, આ કૌભાંડ સાથે મારે કંઈ લેવા દેવા નથી. આ પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખતા EDએ પવારને ઈમેલ કરીને ઓફિસ ન આવવા માટે કહ્યું હતું. ઈડીએ એવું પણ કહ્યું કે, પવારે ક્યારે ઓફિસ આવવાનું રહેશે, તેની પણ સૂચના આપવામાં આવશે. આ પહેલા મુંબઈના 7 પોલીસસ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ પહેલા ગુરુવારે શરદ પવારે તેમના સમર્થકોને અપીલ કરી હતી કે, EDની ઓફિસ સામે એકઠા ન થાય, MSC બેન્ક કેસમાં EDએ પવારનું એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ (ECIR)માં સામેલ કર્યું હતું. શિવસેનાએ શરદ પવારનો બચાવ કરતા કહ્યું કે, રાજકારણના ભીષ્મપિતામહ સાથે ખોટું થઈ રહ્યું છે.