મધરાતે ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તાલાલા ગ્રામ્યમાં 4 ઇંચ ખાબક્યો

  • મધરાતે ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તાલાલા ગ્રામ્યમાં 4 ઇંચ ખાબક્યો
    મધરાતે ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તાલાલા ગ્રામ્યમાં 4 ઇંચ ખાબક્યો

અમદાવાદ :રાજ્યભર (Gujarat)માં હાલ માતે મેઘો મંડરાઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હાલ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે. તે વચ્ચે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજા (Heavy Rain) નું રોદ્ર રુપ જોવા મળ્યું હતું. રાત્રિ દરમિયાન ઉના, કોડીનાર, તલાલા, સુત્રાપાડા જેવા તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે લોકો પણ આવા ધમાકેદાર વરસાદથી ગભરાઈ ગયા હતા. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 

 

ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે રાત્રે ખાબકી પડેલા વરસાદે ઠેરઠેર પાણીપાણી કર્યું હતું. જેમાં ઉનામાં 2.3 ઇંચ, કોડીનાર શહેરમાં અડધો ઈંચ, તો કોડીનારના ડોળાસામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ તાલાલામાં 3.5 ઇંચ અને ગ્રામ્યમાં 4 ઇંચ નોંધાયો હતો. આ ઉપરાંત સુત્રાપાડામાં 3 ઇંચ અને ગીરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રિ દરમ્યાન વીજના કડાકા સાથે તૂટી પડેલા વરસાદથી સમગ્ર ગીર-સોમનાથા જિલ્લો રસ તરબોળ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગીર-સોમનાથ જિલ્લામાં તાલાલામાં સીઝનમાં 56 ઇંચ સાથે ટોપ પર છે. તો સુત્રાપાડા 48 ઇંચ સાથે સૌથી વધુ વરસાદથી ટોપ પર છે.