દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ ખાબકતા પાણી-પાણી

  • દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ ખાબકતા પાણી-પાણી
    દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ ખાબકતા પાણી-પાણી

સુરતઃ હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું છે. 3.7 ઈંચ વરસાદ ખાબકતા ઉમરપાડાની બજારોમાં પાણી ફરી વળ્યા હતા. જ્યાં બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં સાર્વિત્રક વરસાદ નોંધાયો છે. નવરાત્રીના આયોજનોમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, બીજી તરફ 29મી સપ્ટેમ્બરથી નવરાત્રીનો પર્વ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે ઓપન પ્લોટોમાં થનારા આયોજનોમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવામાં 3.2 ઈંચ, વાલોડમાં 3.3 ઈંચ વરસાદ ખાબક્યો છે.