વડોદરા 87માં એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે એર શો યોજાયો, સારંગ, આકાશ ગંગા અને ગરૂડ ટીમે ફાઇટર પ્લેનથી અદભૂત કરતબો કર્યાં

  • વડોદરા  87માં એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે એર શો યોજાયો, સારંગ, આકાશ ગંગા અને ગરૂડ ટીમે ફાઇટર પ્લેનથી અદભૂત કરતબો કર્યાં
    વડોદરા 87માં એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે એર શો યોજાયો, સારંગ, આકાશ ગંગા અને ગરૂડ ટીમે ફાઇટર પ્લેનથી અદભૂત કરતબો કર્યાં

વડોદરાઃ 87માં એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા આજે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારંગ, આકાશ ગંગા અને ગરૂડ ટીમ દ્વારા એરોબેટીક્સ અને સ્કાય ડાયવિંગ કરવામાં આવ્યું હતું.
લોકોએ પાઇલટ્સ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી
એરફોર્સના વડોદરા હવાઇ મથકે વિદ્યાર્થીઓને વાયુ સેનામાં જોડાવા માટે દ્રઢ સંકલ્પીત કરવા 87માં વાયુ સેના સ્થાપના દિવસની શાનદાર, રોમાંચક અને રૂંવાડા ઉભા થઈ જાય એવા સાહસ સભર એર શો અને સૈન્ય શક્તિના નિદર્શન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ અને ખાસ કરીને વિવિધ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ અત્યંત રોમાંચની અનુભૂતિ સાથે જેગવાર સહિતના લડાકુ વિમાનો, પોર્ટેબલ રડાર્સ, સ્વદેશી ધ્રુવ સહિત ચિતાહ અને અન્ય હેલિકોપટર્સ, એએન-33 વાહક જહાજ,શસ્ત્રો આયુધો અને અદ્યતન ઉપકરણોનું સ્ટેટિક ડિસ્પ્લે નિહાળ્યું હતું આકાશગંગાના પેરા ટ્રુપર્સ, ગરુડ કમાન્ડો અને સારંગ ટીમના વિમાનીઓ સાથે ફોટો પડાવવા અને સેલ્ફી લેવા રીતસરની પડાપડી કરી હતી.