બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 68.50 ટકા મતદાન થયું, મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે

  • બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 68.50 ટકા મતદાન થયું, મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે
    બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 68.50 ટકા મતદાન થયું, મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે

વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનના વિવિધ હોદ્દા માટે છ વર્ષ બાદ આજે ચૂંટણી યોજાઇ હતી. જેમાં 68.50 ટકા મતદાન થયું છે. અને મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થશે. મતદાન સમયે રિવાઇવલ ગૃપ દ્વારા એલેમ્બિક કંપનીના યેરા શોપિંગ મોલની 30 ટકા ડિસ્કાઉન્ટની કૂપનો વેચાતી હતી. જેને પગલે હોબાળો મચી ગયો હતો. અને કૂપનો જપ્ત કરવામાં આવી હતી. અને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. બીસીએની ચૂંટણીમાં 31 પદ માટે 73 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થોડાક કલાકમાં જ થઇ જશે. વડોદરાના પૂર્વ ક્રિકેટરોએ મતદાન કર્યું બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં અંશુમન ગાયકવાડ, કિરણ મોરે, નયન મોંગિયા અને અતુલ બેદાડે સહિતના પૂર્વ ક્રિકેટરોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત સમરજીતસિંહ ગાયકવાડ અને પ્રણવ અમીને પણ મતદાન કર્યું હતું. રોયલ ગૃપના સમર્થક અશુંમાન ગાયકવાડે જણાવ્યું હતું. હું કોઇ ગૃપમાં માનતો નથી. બરોડા ક્રિકેટ એસોસિયેશન અને ક્રિકેટરોનો વિકાસ કરે તેવા લોકોને હું માનુ છું. બીસીએની ચૂંટણીમાં જેને ઉમેદવારી નોંધાવી છે, તે લોકોએ જીતીને બીસીસીઆઇમાં જવાની ઇચ્છા છે. પણ મારી ઇચ્છા છે કે, ક્રિકેટનો વિકાસ થવો જોઇએ. અને તેવા લોકો ચૂંટાય તેવી મારી ઇચ્છા છે.
સંકુલની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
જ્યોતિ ગાર્ડન પાસે રામબાગ ગાર્ડન સંકુલમાં ચૂંટણી યોજાઇ રહી છે, જેને પગલે સંકુલની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંકુલમાં ફક્ત બીસીએના સભ્યોને જ એન્ટ્રી આપવામાં આવશે. બંને જૂથો વચ્ચે ઘર્ષણ થવાનાં એંધાણ હોવાથી પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખી રહ્યું છે.
ગત ચૂંટણી કરતા ઓછુ મતદાન થયું જ્યોતિ ગાર્ડન પાસે રામબાગ સંકુલમાં બીસીએની ચૂંટણી માટેનું મતદાન સવારે 10 વાગે શરૂ થયું હતું. ચૂંટણીમા પ્રથમવાર બાયોમેટ્રિક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. 2172 પૈકી 1488 મતદારોએ મતદાન કર્યું હતું. ગત ચૂંટણીની સરખામણીમાં ઓછુ મતદાન થયું હતું.
કયા ગૃપમાંથી કોણ ઉમેદવાર
પદ- રીવાઇવલ ગ્રુપ રોયલ ગ્રુપ
પ્રમુખ- પ્રણવ અમીન જતીન વકીલ
ઉપપ્રમુખ- શીતલ મહેતા દીપક નાયકવાડે
સેક્રેટરી- મીનેશ પટેલ અજીત લેલે
જો.સેક્રેટરી- અક્ષત પટેલ પરાગ પટેલ
ખજાનચી- અજીત પટેલ અતુલ પરીખ
મેનેજિંગ કમિટી- કમલ પંડ્યા જય બક્ષી મિલીન્દ પી.પ્રધાન કલ્યાણ હરીભક્તિ નચીકેત બાજરીયા મિલીન્દ સી. પ્રધાન રશ્મી શાહ નંદીની ઓઝા અકિન શાહ મુકેશ અમીન