સીરામીક નગરી મોરબી બની ગયુ ક્રાઈમનું શહેર

  • સીરામીક નગરી મોરબી બની ગયુ ક્રાઈમનું શહેર
    સીરામીક નગરી મોરબી બની ગયુ ક્રાઈમનું શહેર

મોરબી તા.27
મોરબીમાં સીરામીક ઉદ્યોગ ની સાથે સાથે ગંભીર ગુનાઓનો પણ વિકાસ થતો જઈ રહ્યો છે જેમાં છેલ્લા દોઢ વર્ષથી હત્યા,હત્યાની કોશિશ અને ફાયરીગના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થતાં ગ્રાફ ઉંચો ગયો છે એક વર્ષ પહેલાં પણ આ જ પીએસઆઈ અને પીઆઈ હતા અને આજે પણ એજ અધિકારી ઓ હોવા છતાં આટલો ગુનાઓનો વધારો કેમ જોવા મળી રહ્યો છે એ કહેવું મુશ્કેલી ભર્યું છે પરંતુ જે પ્રમાણે વધારો જોવા મળે છે તેની સાપેક્ષ માં સામાન્ય લોકોને જીવવું અઘરું બની ગયું હત્યા અને મારામારી અન બનાવો મોરબી જીલ્લામાં સાવ સામાન્ય બની ગયા છે અને જાણે પોલીસનો ડર જ ન હોય તેવો ઘાટ છેલ્લા દોઢ વર્ષ માં જોવા મળી રહ્યો છે જો કે નાની નાની બાબતમાં મોટું સ્વરૂપ આપી નીચેના અધિકારીઓ પર રોફ જમાવનારા મોરબી એસપી કરનરાજ વાઘેલાને દિનપ્રતિદિન વધતો જતા હત્યાનો ગ્રાફ કેમ નથી દેખાતો એ પણ ચર્ચાનો વિષય છે જિલ્લામાં થનારી નાની નાની બાબતો માં ધ્યાન આપનારા જીલ્લા પોલીસ વડા જો મોટા બનાવોને પણ 3 જ ગંભીરતાથી લે તો ગુનેગારો પર લગામ કસી શકાય એમ છે કેમ કે હજુ મોરબી જીલ્લા માં દોઢ વર્ષ પહેલાં સુશાસન ચલાવતા એજ અધિકારીઓની ટીમ તૈનાત છે અને તેઓ ક્રાઈમ ક્ધટ્રોલ કરવા માટે સતત પ્રયત્નશીલ છે પરંતુ આ અધિકારીઓ ને નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપી અને ખોટી ઇન્કવાયરી અપાઈ દેવામાં આવે છે અને ઉપરથી પ્રમોશનના દિવસો નજીક છે અને જો કોઈ ખાતાકીય ઇન્કવાયરી ચાલતી હોય તો પ્રમોશન ના મળે આ વાત જગજાહેર છે જેથી કોઈ અધિકારી ઓ કડક વલણ અપનાવતા ડરે છે અને જો પૂછ્યા વિના પોતાની કામગીરી કરે તો જીલ્લા પોલીસવડા જાણે મોટો ગુનો કર્યો હોય તેમ અધિકારી ને પોતાની ઓફિસ બોલાવી ધૂળ કાઢી નાખે છે પરંતુ મોરબી જીલ્લા માં મોટાભાગે વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકો વધુ રહે છે તેની સામે પર પ્રાંતીય પણ તેટલા જ છે અને અન્ય લોકલ ગુનેગારો પણ એટલા જ છે આ બધાને સમતોલ કરી ને ચાલવું પડતું હોય છે જેમાં નાની નાની વાતમાં જીલ્લા પોલીસવડાને પૂછવું યોગ્ય નથી રહેતું આથી થાણા અધિકારી આવી વાતોમાં પડવાનું જ છોડી દીધું છે જેથી લોકોને પોલીસનો અને કાયદાનો ડર રહ્યો નથી અને ગુનાઓમાં દિન પ્રતિદીન વધારો થયો છે મોરબીમાં દોઢ વર્ષ પૂર્વે અઢી વર્ષ એસપી તરીકે રહી ચૂકેલા જયપાલસિંહ રાઠોડ માં આટલો ક્રાઈમ રેટ નહોતો વધ્યો તેનું કારણ ફકત થાણા અધિકારી ને તેના સ્વતંત્ર નિર્ણયો લેવાની છૂટ હતી કેમ કે તેઓ જે તે વિસ્તારના જાણીતા હોય છે અને તેને એ વિસ્તારમાં શુ થાય છે શું નહિ તેની સારી જાણકારી હોય છે ત્યારે બે દિવસ પૂર્વે પોલીસકર્મી અને મહિલા પોલીસઅધિકારી વચ્ચે પણ તપાસને લઈને રકઝક થઈ જતા મામલો ગરમાઈ ગયો હતો ત્યારે સામાન્ય નાગરિક ને ન્યાય ક્યાંથી મળે એવો પણ એક સુર પ્રજામાં સાંભળવા મળ્યો હતો જો કે મોરબીવાસીઓ કોઈ ન્યાયિક અને સારા અધિકારી ઈચ્છે છે જે મોરબી જિલ્લાને ક્ધટ્રોલ કરી શકે અને તેને સારી રીતે ચલાવી અને નાની નાની વાતોમાં અધિકારી ઓને પરેશાન ન કરે જેથી થાણા અધિકારીઓ પોતાની રીતે કાયદામાં રહી કામગીરી કરી શકે જો કે મોરબી જિલ્લા બની રહેલા હત્યા ના બનાવોને લઈને નવા જીલ્લા કલેકટર જે.બી.પટેલે પણ મોરબી એસપી સાથે વાત કરી અને આ ક્રાઈમ ક્ધટ્રોલ કરવા સૂચના આપી છે ત્યારે આગામી સમયમાં જિલ્લા માં શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.