ધોરાજી નજીક ભાદર 2 ડેમ ચાલુ સીઝનમાં 3 વાર ઓવરફ્લો

  • ધોરાજી નજીક ભાદર 2 ડેમ ચાલુ  સીઝનમાં 3 વાર ઓવરફ્લો
    ધોરાજી નજીક ભાદર 2 ડેમ ચાલુ સીઝનમાં 3 વાર ઓવરફ્લો

ધોરાજી તા.27
ઉપરવાસ માં પડેલ વરસાદ ને કારણે ભાદર- 2 ડેમ ફરી ઓવર ફલો થવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. અગાઉ પણ ચાલુ વરસાદી સીઝનમાં ત્રણ વખત ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે.
4200 ક્યુસેક પાણી ની આવક અને સામે જાવકનું પ્રમાણ પણ 4200 ક્યુસેક રખાયું છે. ભાદર નદીમાં પાણી છોડવામાં આવતું હોવાથી નદી કાંઠાના ધોરાજી, માણાવદર અને કુતિયાણા તાલુકાના 32 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. જ્યારે
ભાદર 2 ના પ્રતિબંધિત વિસ્તાર માં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.