મોરબી જિલ્લામાં સાર્વત્રીક ત્રણ ઈંચ સુધી વરસાદ

  • મોરબી જિલ્લામાં સાર્વત્રીક ત્રણ ઈંચ સુધી વરસાદ
    મોરબી જિલ્લામાં સાર્વત્રીક ત્રણ ઈંચ સુધી વરસાદ

મોરબી તા.27
મોરબી પંથકમાં મોડીસાંજે મેઘરાજાએ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે આગમન કર્યું હતું જેમાં મોડી સાંજે આઠ વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે ટંકારા હળવદ વાંકાનેર માળીયા તેમજ મોરબી તાલુકાના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર કરી હતી ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદથી મોરબી શહેર તેમજ સમગ્ર જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું જેમાં બીજા દિવસ સુધીમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો અને જેમ પરંપરાગત ચાલી આવે છે તેમ મોરબીના સનાળા રોડ રવાપર રોડ શાકમાર્કેટ રેલવેટેશન માધાપર મહેન્દ્ર પરા સહિતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા તો બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામતા ખેડૂતોએ વાવેલા પાકને પણ નુકસાન થાય તેવી ભિતી ખેડૂતોમાં સેવાઈ રહી છે જેમાં ખેડૂતો દ્વારા મોરબી જિલ્લામાં મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે ચો વરસાદી માહોલ આગામી સમયમાં રીતે ચાલુ રહ્યો હતો ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે કેમ છે હાલ હળવદ અને વાંકાનેર પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે જેના લીધે હાઈવે પર આવતા જતાં વાહનો ની લાંબી કતારો થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે પોલીસ દ્વારા પણ ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરવાસમાં પણ વરસાદી માહોલ હોવાથી આગામી સમયમાં પણ વરસાદ આવે તેવી પુરી શક્યતાઓ સેવાઈ રહી છે હાલ મોરબીવાસીઓ એ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું છે