રાજકોટમાં ચોરાઉ બાઈક સાથે શખ્સની ધરપકડ

શહેરમાં મિલ્કત વિરોધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા પોલીસ કમર કસી હોય તેમ બે વર્ષ પૂર્વે ચોરી થયેલા બાઇક સાથે પોલીસે શખ્સને દબોચી લીધો હતો. રાજકોટ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર સંદીપસિંહ નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ અનડીઇટેક મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે આપેલી સુચના મુજબ પ્ર.નગરના પી.આઇ. બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ઓ.પી. સીસોદીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મળેલી બાતમીના આધારે આજથી બે વર્ષ પહેલા ચોરી થયેલ એકટીવા મોટરસાયકલના બાઇક સાથે આરોપી જયેશભાઇ ભાણાભાઇ મકવાણાને પ્ર.નગર પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે રૂા.30 હજારનું બાઇક કબ્જે કર્યુ હતું. પોલીસે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.