પીજીવીસીએલમાં આઠ અધિકારીઓને પ્રમોશન આપતા મેનેજીંગ ડીરેકટર

  • પીજીવીસીએલમાં આઠ અધિકારીઓને પ્રમોશન આપતા મેનેજીંગ ડીરેકટર
    પીજીવીસીએલમાં આઠ અધિકારીઓને પ્રમોશન આપતા મેનેજીંગ ડીરેકટર

રાજકોટ તા.27
પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડના નવનિયુકત મેનેજીંગ ડિરેકટર શ્ર્વેતા ટીયોરીઆએ વહીવટી સરળતા ખાતર આઠ અધિકારીઓને બઢતી સાથે બદલીના હુકમ કર્યા છે. જયારે બે અધિકારીની વિનંતીથી બદલી કરવામાં આવી છે.
પીજીવીસીએલના પ્રોજેકટ વિભાગના એડીશ્નલ ચીફ ઇજનેર એ.એસ. માંડલીયાને પ્રોજેકટમાં જ ચીફ ઇજનેર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. અમરેલીના અધિક્ષક ઇજનેર કે.વી. ભટ્ટને પ્રોજેકટના એડિશ્નલ ચીફ ઇજનેર તરીકે બઢતી આપવામાં આવી છે.
રાજકોટ રુરલ સર્કલના કાર્યપાલક ઇજનેર પી.કે. પાલાને સીટી સર્કલમાં અધિક્ષક ઇજનેર તરીકે બઢતી આપવામાં આવી છે. ભાવનગર ડીવીઝન-રના કાર્યપાલક ઇજનેર એ.એ. જાડેજાને અમરેલી અધિક્ષક ઇજનેર તરીકે બઢતી આપવામાં આવી છે. ભૂજના કાર્યપાલક ઇજનેર કે.આર. વરસાણીને અંજારના અધિક્ષક ઇજનેર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. ભાવનગર સર્કલ ઓફીસના નાયર ઇજનેર એચ.આર. ખોડાદરાને ગાંધીધામના કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી આપવામાં આવી છે.
જુનાગઢ સીટી ડીવીઝનના નાયબ ઇજનેર એસ.એચ. રાઠોડની પાલીતાણા કાર્યપાલક ઇજનેર તરીકે અને જુનાગઢ ડીવીઝન-1 ના નાયબ ઇજનેર બી.ડી. પરમારની ભુજ કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે.
સ્વવિનંતીથી બે કાર્યપાલક ઇજનેરની બદલી કરવામાં આવી છે તેમાં ગાંધીધામના કાર્યપાઇજનેર એચ.બી. રાખોલીયાની રાજકોટ રુરલ સર્કલમાં અને પાલીતાણાના પી.જી.પરીખની ભાવનગર સીટી ઇજનેર-ર માં બદલીના હુકમ કરવામાં આવ્યા છે.